શ્રી વીજ કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી. અમરેલી દ્વારા સભાસદોની સુવિધામાં વધારો કરતાં મંડળીની અત્યાધુનિક વેબ સાઈટ વ્યવસ્થાપક કમીટી દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે. જેમાં સભાસદો પોતાના તમામ વ્યક્તિગત હિસાબો તથા લોનની તમામ માહિતી જેમ કે મળવાપાત્ર લોન, ભરવાપાત્ર લોન, અને લોન પ્રાથમિકતા યાદી પણ પોતાના મોબાઈલમાં જોવાનો સરળતાથી લાભ મેળવી શકશે. વધુમાં મંડળી દ્વારા આપવામાં આવતી સેવા અને મંડળીની પ્રગતી તેમજ વિવિધ પ્રસંગો અને લેટેસ્ટ સમાચારો સાથે ઓનલાઈન QR code થી ચુકવણી કરવા અને નવા સભાસદ બનવા અરજી ફોર્મ સાથે અન્ય જરૂરી તમામ સુવિધાઓનો પણ વેબ સાઈટમાં સરળતાથી સભાસદો પોતાના મોબાઈલમાં જોવાનો અને સરળ કામગીરીનો લાભ પણ મેળવી શકશે